મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો
અનિલ અંબાણી (Anil Ambani)ના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની અનેક કંપનીઓ વેચાઈ રહી છે, આવામાં તેમના માટે વધુ એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
નવી દિલ્હી: અનિલ અંબાણી (Anil Ambani)ના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની અનેક કંપનીઓ વેચાઈ રહી છે, આવામાં તેમના માટે વધુ એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે. બેન્કોના કન્સોર્શિયમે રિલાયન્સ ગ્રુપ (Reliance Group)ની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેન્ક એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે.
જાન્યુઆરીમાં આટલા દિવસ બેંકોમાં રહેશે રજાઓ, અત્યારથી જાણી લો ક્યારે ક્યારે રહેશે બંધ
Reliance Telecom ના બેન્ક ખાતા ફ્રોડ
ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યાં મુજબ SBI, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક સામેલ છે. ખબર મુજબ આ બેન્કોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેન્ક એકાઉન્ટને પણ ફ્રોડ ગણાવ્યું છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, RCom એટલે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સની 100 ટકા સબ્સિડરી છે.
Jio એ આપ્યો હતો રિઝોલ્યુશન પ્લાન
અનિલ અંબાણીને આ ઝટકો એવા સમયે લાગ્યો છે કે જ્યારે તેમના ગ્રુપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિઝોલ્યુશન પ્લાનને NCLT એ થોડા દિવસ પહેલા જ મંજૂરી આપી છે. અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) એ Reliance Infratel માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો. જેને NCLTએ મંજૂરી આપી.
2030માં ત્રીજી સૌથી મોટી Economy બનશે ભારત, જાપાન સહિત આ દેશોને આપશે માત
Jio કરશે રિલાયન્સ ઈન્ફ્રાટેલનું અધિગ્રહણ
રિયાયન્સ જિયો તરફથી અપાયેલા રિઝોલ્યુશન પ્લાન મુજબ રિલાયન્સ જિયો એક પ્રકારે Reliance Infratel નું અધિગ્રહણ કરી લેશે અને Reliance Infratel ના દેશભરમાં 43000 ટાવર અને 172000 કિલોમીટર સુધી બીછાવવામાં આવેલા ફાઈબર લાઈન જિયોને મળી જશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube